ભરૂચ: હાંસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાશે !

ભરૂચના હાંસોટ તાલુકાના શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે  આગામી તા.23 નવેમ્બર થી તા.29મી સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • હાંસોટના વમલેશ્વર સ્થિત રેવા સંગમ તીર્થધામમાં આયોજન

  • શ્રી મદ ભાગવત સપ્તાહનું આયોજન

  • તા.23થી 29 નવેમ્બર સુધી આયોજન કરાયું

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

  • રાત્રી દરમ્યાન ભજન-સત્સંગના કાર્યક્રમો યોજાશે

Advertisment
ભરૂચના હાંસોટ તાલુકાના શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે  આગામી તા.23 નવેમ્બર થી તા.29મી સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લાના લખમશી સોની શાંતાબેન.સોની અને રિગ્નેશ સોની તેમજ જીગ્નેશ સોની પરિવાર દ્વારા ભરૂચના હાંસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમળનાથ મહાદેવ મંદિરના સહયોગથી આગામી તા 23 નવેમ્બરથી તા 29મી સુધીભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વમલેશ્વર ગામ ખાતે કથાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.આ કથામાં કચ્છ ના કચ્છ લલિયાણાના કથાકાર અજયપ્રસાદ રાજગોર રસપાન કરાવશે.આ સપ્તાહ દરમિયાન રોજ રાત્રીના અરસામાં ડાયરો કવિ સંમેલન સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Advertisment