New Update
-
ભરૂચના શુકલતીર્થ ગામે ભરાય છે મેળો
-
5 દિવસના ભાતીગળ મેળાનું કરવામાં આવે છે આયોજન
-
મેળામાં માનવ મહેરામણ ઉમટયું
-
લોકોએ મેળામાં મહાલવાની મજા માણી
-
દેવ દિવાળી સુધી મેળાનું આયોજન
ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળામાં માનવ મેરામણ ઉમટ્યું હતું.લોકોએ મેળામાં મહાલવાની મજા માણી હતી
ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી પાંચ દિવસ મેળો ભરાય છે ત્યારે દેવ દિવાળીની પૂર્વ સંધ્યાએ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. શુકલતીર્થ ગામે ભરાતા ભાતીગળ મેળામાં 600થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તો સાથે જ ચકડોળ સહિત અવનવી રાઈડ્સની લોકોએ મજા માણી હતી.ભક્તોએ પાવન સલીલા માં નર્મદામાં સ્નાન કરી શુકલેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને ત્યારબાદ મેળામાં મહાલવાની મજા માણી હતી.આ મેળામાં દૂર દૂરથી લોકો આવે છે.કોઈ અનીરછનીય બનાવ ન બને તે માટે મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. તો એસ.ટી.વિભાગ દ્વારા લોકો સરળતાથી મેળામાં પહોંચી શકે તે માટે 35 થી 40 એક્સ્ટ્રા બસ પણ દોડાવવામાં આવી રહી છે. આજે મેળાના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટશે.Latest Stories