ભરૂચ: જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો હાથમાં પ્લે કાર્ડ સાથે પર્યાવરણના જતનનો આપ્યો સંદેશ

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંસ્થાની બહેનોએ હાથમાં વિવિધ સર્કલ ઉપર ઉભા રહી પર્યાવરણના જતનનો  સંદેશ આપ્યો હતો

New Update
  • ભરૂચમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • ટ્રસ્ટની બહેનોએ જન જાગૃતિનો કર્યો પ્રયાસ

  • હાથમાં પ્લે કાર્ડ સાથે જનજાગૃતિનો પ્રયાસ કર્યો

  • વાહનો પર ડુનોટ યુઝ હોર્નના સ્ટીકર લગાવ્યા

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંસ્થાની બહેનોએ હાથમાં વિવિધ સર્કલ ઉપર ઉભા રહી પર્યાવરણના જતનનો  સંદેશ આપ્યો હતો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે દુનિયામાં વધતા ગ્લોબલ વોર્મનીગને લઈ ભરૂચમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચની બેહનોએ હાથોમાં પર્યાવરણને અનુલક્ષી વિવિધ પ્લે કાર્ડ લઈ ભરૂચના પાંચબત્તી સર્કલ, શક્તિનાથ સર્કલ, સ્ટેશન રોડ તથા મામલદાર બ્રીજ ખાતે ઉભા રહી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.સાથે સાથે ટુ વ્હીલર, ઑટો રિક્ષા અને  કાર પર  do not use Horn-કૃપા કરીને હોર્ન ના વગાડોના સ્ટીકર લગાવી બિન જરૂરી હોર્ન ન વગાડવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ જીજ્ઞાશાબેન ગોસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન શેફાલીબેન પંચાલ અને કમિટી કોઓર્ડિનેટર નયનાબેન પટેલ તથા સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Latest Stories