ભરૂચ: નંદેલાવ રોડ પર 4 દુકાનોમાં તસ્કરો ત્રાટકયા, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ

રેલવે સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ સુકુન રેસીડેન્સીમાં તસ્કરોએ ત્રાટકી ચાર દુકાનોના શટલ તોડી એક દુકાનમાંથી રોકડા 75 હજાર અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

New Update
  • ભરૂચમાં તસ્કરોનો તરખાટ

  • નંદેલાવ રોડ પર તસ્કરો ત્રાટકયા

  • સૂકુન રેસિડેન્સીની 4 દુકાનોના તાળા તૂટ્યા

  • ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

  • પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના નંદેલાવથી રેલવે સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ સુકુન રેસીડેન્સીમાં તસ્કરોએ ત્રાટકી ચાર દુકાનોના શટલ તોડી એક દુકાનમાંથી રોકડા 75 હજાર અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ભરૂચના નંદેલાવ-સ્ટેશન જોડતા મુખ્ય માર્ગ પર આવેલા સુકુન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ ચાર દુકાનોના શટલ તોડ્યા હતા પરતુ માત્ર મહાદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ચોરી કરવામાં સફળ રહ્યા હતાં.તસ્કરોએ દુકાનમાંથી રોકડા 75 હજાર અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગેની જાણ સવારે દુકાનદારને થતા તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્ટાફ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ત્રણ જેટલા તસ્કરો આવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે
Latest Stories