ભરૂચમાં દિવાળી સમયે તસ્કરોનો તરખાટ
સ્ટેશન રોડ પર ચોરીનો બનાવ
સીટી સેન્ટર સામે આવેલ 2 દુકાનમાં ચોરી
હજારોના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ શહેરમાં દિવાળીના તહેવારો સમયે તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ભરૂચના સ્ટેશન રોડ પર સિટી સેન્ટરની સામે આવેલ બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એસ.કે મોબાઇલ અને ઇનતેજાર બેકરી નામની બે દુકાનોને નિશાન બનાવી હતી. બન્ને દુકાનોમાંથી તસ્કરો રૂપિયા 75 હજારથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. દુકાનના ઉપરના ભાગે રહેલ પતરું તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને મોબાઈલ શોપમાંથી એસેસરીઝ તેમજ મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.તો બેકરીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી.આ અંગેની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.