ભરૂચ: ફલશ્રુતિ નગર સ્થિત લાયન્સ હોલમાં તસ્કરો ત્રાટકયા, રૂ.40 હજારના સામાનની ચોરી

તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર,માઈક સહિત પાણીના નળ, સિલિંગ ફેન મળી કુલ 40 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા

New Update
  • ભરૂચમાં તસ્કરોનો તરખાટ

  • લાયન્સ હોલને બનાવ્યો નિશાન

  • ફલશ્રુતિ નગરમાં આવેલો છે હોલ

  • રૂ.40 હજારના માલમત્તાની ચોરી

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના ફલશ્રુતિ નગર વિસ્તારમાં આવેલ લાયન્સ ક્લબના હોલમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક સામાન મળી કુલ રૂ.40 હજારના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના ફલશ્રુતિ નગર પામલેન્ડ હોસ્પિટલ પાસે લાયન્સ કલબ સંસ્થાનો હોલ આવેલ છે.જે હોલને ગત તારીખ-22મી જુનના રોજથી 23મી જુનના રોજ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર,માઈક સહિત પાણીના નળ, સિલિંગ ફેન મળી કુલ 40 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ અંગેની જાણ થતા જ સંસ્થાના હોદ્દેદારો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories