ભરૂચ : સામાજિક સંસ્થાઓ દ્વારા ‘શ્વાન બચાવો અભિયાન’નો પ્રારંભ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો...

ભરૂચ શહેરના સ્ટેશન રોડ ખાતે ‘જીઓ ઓર જીને દો’ના નારા સાથે મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્વાન બચાવો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
  • શહેરના સ્ટેશન રોડ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું

  • જીઓ ઓર જીને દોના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન

  • મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ-સાર્થક ફાઉન્ડેશન દ્વારા વિરોધ

  • સંસ્થાઓ દ્વારા શ્વાન બચાવો અભિયાનનો પ્રારંભ કરાયો

  • શ્વાનોના રક્ષણ માટે 2 હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

ભરૂચ શહેરના સ્ટેશન રોડ ખાતે જીઓ ઓર જીને દોના નારા સાથે મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્વાન બચાવો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના એક તરફી ચુકાદા મુજબ આર્ટિકલ 51(A) મુજબ દરેક લોકોને જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છેએ પછી મનુષ્ય હોય કેજાનવર... દરેક લોકોને એકસરખો જીવન જીવવાનો અધિકાર મળ્યો છે. પરંતુ એક તરફી ચુકાદાના લીધે ઠેર ઠેર શ્વાનોને માર મારવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને લઈને ભરૂચ શહેરમાં મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીઓ ઓર જીને દોના નારા સાથે શ્વાન બચાવો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ હતું કેહાલના સમયમાં કેટલાક લોકો દ્વારા શ્વાનોને એટલી બેરહેમીથી માર મારવામાં આવે છે કેતેઓ મોતને પણ ભેટે છેત્યારે ભરૂચની આ બન્ને સંસ્થા દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધુમાં લોકોને ક્યાંય પણ ઘાયલ પશુ-પક્ષી દેખાય તો સાર્થક ફાઉન્ડેશન હેલ્પલાઇન નંબર 9429862900 અને મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ હેલ્પલાઇન નંબર 9825405992 પર સંપર્ક કરવા અપીલ કરાય છે.

Latest Stories