New Update
/connect-gujarat/media/media_files/rFz4bn8jlXASQ0XF8v8T.png)
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઈસમને ભરૂચ એસ.ઓ.જી.ઝડપી પાડ્યો હતો
ભરૂચ જિલ્લા અને જિલ્લા બહારના વિસ્તારોમાં ધાડ,લૂંટ, ઘરફોડ,ચોરી જેવા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા માટે જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આપેલ સૂચનાને આધારે ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ સાણંદના તાજપુરગામ સોહમપાર્કમાં રહેતો અજય લક્ષ્મણ દંતાણીને ૫ હજારના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો