New Update
/connect-gujarat/media/media_files/2025/03/26/1YlVpECbABgLGWWhr8Kw.jpg)
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીએ ટીમને નાસતા ફરતા તથા પેરોલ ફર્લો આરોપી પકડી પાડવા સુચના આપી હતી, દરમ્યાન વાલિયા પોલીસ મથકના હત્યાના ગુનાના આરોપી અને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો કેદી જયેશ વસાવા રહે. મીરાપુર, વડ ફળીયું, સાબરીયા, તા.વાલીયાને 14 દિવસની ફર્લો રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો.
તેણે તા. ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર નહિ થઈ ફરાર થઈ
ગયો હતો દરમ્યાન SOGએ બાતમીના આધારે આરોપી જયેશ વસાવાની વાલિયાના ડહેલી ગામેથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.