ભરૂચ: SOGએ ચોરીના રૂ.4 લાખના સળીયાના જથ્થા સાથે ટેમ્પો ચાલકની કરી ધરપકડ, રૂ.8.53 લાખનો મુદ્દામાલ જપ્ત

સળિયાનો આ જથ્થો ચોરીનો હોવાનું બહાર આવતા પોલીસે ટેમ્પો સહિત રૂ.8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક રાજેન્દ્રસીંગ ભુરસીંગ ભાટીની ધરપકડ કરી

New Update
Sog bharuch
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી આધારે  આઈસર ટેમ્પો નંબર GJ-27-X-3812નો ડ્રાઈવર ટેમ્પોમાં દહેજ-ભરૂચ રોડ ઉપર આવેલ વેસદરાગામ નજીકથી શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરી વિલાયત - વાગરા થઈ અમદાવાદ તરફ જનાર છે જે  માહિતીના આધારે વિલાયત ચોકડી ખાતે વોચમાં રહેતા બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા 4.63 લાખની કિંમતના સળીયા મળી આવ્યા હતા.
સળિયાનો આ જથ્થો ચોરીનો હોવાનું બહાર આવતા પોલીસે ટેમ્પો સહિત રૂ.8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક રાજેન્દ્રસીંગ ભુરસીંગ ભાટી, ઉ.વ.૨૭, હાલ રહે. રાજપુતાના ટ્રાન્સપોર્ટ, હંસપુરા, દહેગામ સર્કલ પાસે, નાના ચીલોડા, અમદાવાદની ધરપકડ કરી છે.
Latest Stories