ભરૂચ: SOGએ શહેરમાં આવેલ સીટી સેન્ટર અને સિતપોણ ગામેથી પ્રતિબંધિત ઇ સિગારેટનું વેચાણ ઝડપી પાડ્યું

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓને બાતમી મળી હતી કે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે

New Update
bharuch sog
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓને બાતમી મળેલ કે ભરૂચ સીટી સેન્ટરમાં ક્રેજી બાઇટ નામની દુકાનમાં રૈયાન પટેલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે અને હાલમા તેની આ પ્રવુતિ ચાલુ છે જે બાતમીના આધારે દરોડા પડતા વિદેશી કંપનીની ઇ-સિગારેટ મળી કુલ નંગ-૧૦ જેની કિ.રૂ.૩૫,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપાયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ તરફ એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે નબીપુર નજીકના સીતપોણ ગામ ટંકારીયા રોડ ખાતે રહેતા ઈમરાન આદમ પટેલ  તેના ઘરે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા હેતુ રાખેલ છે જેના  આધારે તપાસ કરતા જુદી જુદી વિદેશી કંપનીની ઇ-સિગારેટ તથા ફલેવર (રીફીલ) મળી કુલ નંગ-૪૭ તેમજ મોબાઈલ ફોન નંગ ૦૧ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ. ૯૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
Latest Stories