ભરૂચ: SOG દ્વારા ભાડુઆતની નોંધણી નહીં કરાવનાર મકાન-દુકાન માલિકો સામે જાહેરનામા ભંગના 20 ગુના દાખલ કરાયા

આગામી તહેવારો નિમિતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા મકાન/દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-૨૦ ગુના દાખલ કરવામાં આવ્યા

New Update
sog bharuch
આગામી તહેવારો નિમિતે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સુચનાના આધારે  અસામાજીક તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન/દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ તેઓની અસામાજીક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે હેતુસર ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા  મકાન/દુકાનો ભાડે આપી તેઓનુ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહી કરતા મકાન/દુકાન માલીકોનુ ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ 20 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
Latest Stories