ભરૂચ: SOGએ વેસ્ટ ઓઇલ ડસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા

ભરૂચ SOGનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દિલ્હી- મુંબઈ હાઈવેના બ્રિજ નીચે દહેગામ ખાતે ટ્રક નંબર-જી.જે.02.એક્સ.એક્સ.5272માં ભરેલ પતરાના બેરલો નંબર-50માં 12,250 કિલો શંકાસ્પદ વેસ્ટ ઓઈલ ડસ્ટનો જથ્થો છે.

New Update
abnk

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દિલ્હી- મુંબઈ હાઈવેના બ્રિજ નીચે દહેગામ ખાતે ટ્રક નંબર-જી.જે.02.એક્સ.એક્સ.5272માં ભરેલ પતરાના બેરલો નંબર-50માં 12,250 કિલો શંકાસ્પદ વેસ્ટ ઓઈલ ડસ્ટનો જથ્થો છે.

જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાંથી શંકાસ્પદ વેસ્ટ ઓઈલ ડસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતા આર.કે.સ્ટીલ'ના માલીક રાકેશકુમાર કુશવાહાએ તેના ગોડાઉનમાં રાખેલ શંકાસ્પદ વેસ્ટ ઓઈલ ડસ્ટનો જથ્થો ગેરકાયદેસર રીતે નિકાલ કરવા માટે વડોદરાના સમીમ પઠાણ, મોહમદજકીર ચૌધરીએ નિકાલ કરવા ચૌહાણ એન્ટરપ્રાઈઝ નામની પેઢીના જી.એસ.ટી.નંબરના આધારે ખોટું ઇ-વે બિલ અને ઈનવોઈસ ખોટા બનાવેલ જથ્થાનો નિકાલ કરે તે પહેલા જ પોલીસ કૌભાડ ઝડપી પાડ્યું હતું અને 12.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ભરૂચના તુલસીધામ-બાયપાસ રોડ આવેલ સ્વસ્તિક સોસાયટીમાં રહેતો રાકેશકુમાર લલયભાઈ કુશવાહા અને મોહમદજકીર અનવરઅલી ચૌધરીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
Latest Stories