New Update
/connect-gujarat/media/media_files/2025/04/20/DPT9gw08tZXMyOlG5pLV.jpg)
- ભરૂચ જિલ્લા પોલીસ બેડામાં ફરી એકવાર બદલીનો ગંજીફો ચીપાયો છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ભરૂચ , અંકલેશ્વર અને જંબુસર ડિવિઝનના ૬ પોલીસ ઇન્સ્પેકટ્રોની આંતરિક બદલી કરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર વી યુ ગડરિયા, વી આર ભરવાડ , એ વી પાણમિયા, વી કે ભૂતિયા , એચ જી ગોહિલ અને કે જી સીસોદીયાની આંતરિક બદલી કરવામાં આવી છે.
19 એપ્રિલે જાહેર કરવામાં આવેલા બદલીના આદેશોમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી વી યુ ગડરિયાની અંકલેશ્વર શહેર બી ડિવિઝન, વી આર ભરવાડની ભરૂચ શહેર સી ડિવિઝનથી ભરૂચ ભરૂચ શહેર એ ડિવિઝન, એ વી પાણમિયાની જંબુસરથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન, વી કે ભૂટિયાની અંકલેશ્વર શહેર બી ડિવિઝનથી જંબુસર , એચ જી ગોહિલની અંકલેશ્વર શહેર બી ડિવિઝન સેકન્ડ પીઆઈથી અંકલેશ્વર રૂરલ અને કે જી સિસોદીયાની અંકલેશ્વર ઋરળથી દહેજના સેકન્ડ પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે.
Latest Stories