New Update
-
ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલું છે પાંજરાપોળ
-
પાંજરાપોળની સ્થાપનાને 10 વર્ષ થયાં પૂર્ણ
-
વિશેષ ગૌ પૂજનનું કરાયુ આયોજન
-
પહેલા આલી વિસ્તારમાં કાર્યરત હતું પાંજરાપોળ
-
ટ્રસ્ટીઓ અને ગૌપ્રેમીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચના જેબી મોદી પાર્ક નજીક કાર્યરત નવા પાંજરાપોળના 10 વર્ષ પૂર્ણ થતા વિશેષ ગૌ પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચમાં અબોલ ગાયોની સેવા માટે જુના ભરૂચના આલી વિસ્તારમાં જૂનુ પાંજરાપોળ કાર્યરત હતું પરંતુ તે જર્જરીત થઈ જતા વર્ષ 2015માં શહેરના જેબી મોદી પાર્ક નજીક નવા પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ પાંજરાપોળને 10 વર્ષ પૂર્ણ થતા આજરોજ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ગૌ માતાનું વિશેષ પૂજન અર્ચન કરાયું હતું.
આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીઓ બીપીન ભટ્ટ,મહેન્દ્ર કંસારા, અનિલ રાણા સહિતના આગેવાનો તેમજ ગૌ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાંજરાપોળમાં 600થી વધુ ગાયોને રાખવામાં આવે છે અને તેની સેવા કરવામાં આવે છે. શહેરના આગેવાનોના જન્મદિવસ. સહિતના પ્રસંગોએ ગૌ પૂજન સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.સાથે જ ગાયની સારવાર માટે વેટરનીટી તબીબોની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે ત્યારે પાંજરાપોળ દ્વારા સાચા અર્થમાં ગૌ સેવા દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
Latest Stories