ભરૂચ: જંબુસરમાં ST બસના કંડક્ટરે મુસાફરના રૂ.3 લાખના સોનાના દાગીના ભરેલ બેગ પરત કરી !

ભરૂચના જંબુસરમાં માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે.જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટર ગજેન્દ્રભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • કંડકટરનું સરાહનીય કાર્ય

  • મુસાફરની બેગ પરત કરી

  • બેગમાં રૂ.3 લાખનું હતું સોનુ

  • કંડકટરના કાર્યની સરાહના

ભરૂચના જંબુસર એસટી વિભાગમાં ફરજ બજાવતા કંડક્ટરે માનવતા મહેકાવી છે. મુસાફર બસમાં રૂ.3 લાખની કિંમતનું સોનું અને 10,000 રોકડ ભરેલી બેગ ભૂલી ગયો હતો જેને કંડક્ટરે પરત કરી કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભરૂચના જંબુસરમાં માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે.જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટર ગજેન્દ્રભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જંબુસર દેવલા રૂટની એસટી બસમાં મુસાફર નઈમભાઈ બાજીગર તેમનું રૂ. 3 લાખની કિંમતનું સોનું અને રૂ.10,000 રોકડ ભરેલી બેગ બસમાં જ ભૂલી ગયા હતા.આ બેગ કંડકટર ગજેન્દ્રભાઈને મળી હતી તેઓએ આ અંગે એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરી મુસાફરને શોધી કાઢ્યો હતો અને તેઓને કીમતી સોનુ તેમજ રોકડ ભરેલી બેગ પરત કરી હતી.આ બદલ બેગના માલિક નઇમ બાજીગરે એસ.ટી. વિભાગનો આભાર માન્યો હતો. કંડકટરની પ્રશંસનીય કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી ઉમરવાડા ગામ ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, 100થી વધુ બાળકોને લાભ અપાયો...

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશન, ABC બેબી કેર હોસ્પિટલ તથા ચેતના કેન્દ્ર-ઉમરવાડાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે આયોજન કરાયું

  • પ્રોલાઈફ ફાઉન્ડેશન, ABC બેબી કેર હોસ્પિટલનો સહયોગ

  • ચેતના કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ

  • બાળકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરાયું

  • મેડિકલ ચેકઅપ કેમ્પનો 100થી વધુ બાળકોને લાભ મળ્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશન, ABC બેબી કેર હોસ્પિટલ તથા ચેતના કેન્દ્ર-ઉમરવાડાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ પરિવારના બાળકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગ તથા ચેતના કેન્દ્ર-ઉમરવાડાના સંયુક્ત પ્રયાસોથી ઘોડિયા ઘરમાં નાના બાળકો માટે નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેડિકલ ચેકઅપ કેમ્પ દરમ્યાન અંકલેશ્વરની ABC બેબી કેર હોસ્પિટલના તબીબ ડો. તુષાર સાવલિયા અને ડો. રિદ્ધિ સેલડીયાએ પોતાની સેવાઓ આપી હતી. જેમાં 2થી 6 વર્ષ સુધીના બાળકોનું વજન, ઊંચાઈ સહિત તેઓના આરોગ્યની યોગ્ય તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સદર મેડિકલ ચેકઅપ કેમ્પનો 100થી વધુ પરિવારના બાળકોને લાભ મળ્યો હતો.
આ પ્રસંગે પ્રોલાઈફ ફાઉન્ડેશનના ટ્રસ્ટી યોગેશ પારિક, વી.કે.પટેલ, ઉમરવાડા ગામના સરપંચ ઈમ્તિયાઝ માકરોડ, સામાજિક કાર્યકર બાબુ વકીલ, ચેતના કેન્દ્ર-ઉમરવાડાના ફિલ્ડ કોર્ડીંનેટર ફાલ્ગુની સિંધા, મહિલા મોરચાના પ્રમુખ ફેમિદા ગંઘાટ, સંજાલી તાલુકા પંચાયતના સભ્ય સુરેખા વસાવા સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ ચેકઅપ કેમ્પના સફળ આયોજન બદલ ગ્રામજનોએ પ્રોલાઈફ ફાઉન્ડેશન, ચેતના કેન્દ્ર-ઉમરવાડા તેમજ ABC બેબી કેર હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.