ભરૂચ: ST વિભાગ દ્વારા હર ઘર તિરંગા રેલીનું આયોજન, કર્મચારીઓ જોડાયા

ભરૂચમાં એસ.ટી. વિભાગ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી.ના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

New Update
rainnsns
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • એસ.ટી.વિભાગ દ્વારા આયોજન કરાયું

  • હર ઘર તિરંગા રેલી નિકળી

  • સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણી કરાય

  • મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા

ભરૂચમાં એસ.ટી. વિભાગ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી.ના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી વિભાગીય કાર્યાલયથી શરૂ થઈ વિભાગીય કચેરી, ભોલાવ અને ભોલાવ બસ સ્ટેશન સુધી પહોંચી હતી. એસ.ટી. કર્મચારીઓએ મુસાફરો અને સ્થાનિક નાગરિકોમાં તિરંગા પ્રત્યે ગર્વની ભાવના જગાવી તેમજ ઘર પર તિરંગો ફરકાવવાની અપીલ કરી હતી.આ કાર્યક્રમના અંતે ‘વ્યસન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત તમામ કર્મચારીઓએ વ્યસનમુક્તિ માટે પ્રતિજ્ઞા લીધી. આ પ્રસંગે વિભાગીય નિયામક આર.પી. શ્રીમાળી, વિભાગીય પરિવહન અધિકારી સોલંકી, ડેપો મેનેજર વી.આર. છત્રીવાલા સહિત યંત્રાલય, કચેરી અને ભોલાવ બસ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories