New Update
ભરૂચ એસ.ટી.વિભાગનું આયોજન
દિવાળી પર્વને લઈ આયોજન
વધારાની એસ.ટી.બસો દોડાવશે
332 એક્સ્ટ્રા ટ્રીપનું કરાશે સંચાલન
મુસાફરોને રહેશે રાહત
દિવાળીના તહેવાર દરમિયાન કોઈને મુસાફરીમાં તકલીફ ન પડે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા 332 એક્સ્ટ્રા એસટી બસ ટ્રીપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવાળી તહેવારની ઉજવણીની શરૂઆત 17મી ઓક્ટોબરથી થવાની છે, ત્યારે 16 થી 26 ઓક્ટોબર સુધી ભરૂચ વિભાગ દ્વારા વધારાની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, રાજપીપળા અને ઝઘડિયા સહિતના ડેપોથી વિશેષ બસો રવાના થવાની છે.ભરૂચ જિલ્લા ડિવિઝન કન્ટ્રોલર આર.પી. શ્રીમાળીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, દિવાળી દરમ્યાન ભરૂચ ભૌલાવ બસ સ્ટેન્ડ, GNFC સ્ટેન્ડ તેમજ અંકલેશ્વર GIDC સ્ટેન્ડ પરથી પણ વધારાના ટ્રાફિકને પહોંચી વળવા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.તા.16 થી 23 ઓક્ટોબર દરમિયાન દાહોદ, ઝાલોદ, સેલંબા તથા અમદાવાદ માટે એક્સ્ટ્રા ટ્રીપો મોકલવામાં આવશે.
જ્યારે દિવાળી બાદ ભાઈબીજથી લાભ પાંચમ સુધી પણ વિશેષ બસો દોડાવવામાં આવશે જેથી લોકો પોતાની ફરજના સ્થળેથી વતનમાં જઈ તેમજ વાપસીમાં સરળતાથી મુસાફરી કરી શકે.વિભાગ દ્વારા “એસટી આપના દ્વારે” અભિયાન અંતર્ગત ગ્રુપ બુકિંગની સુવિધામાં પણ શ્રમયોગીઓને તેમના કાર્યસ્થળ પરથી સીધા તેમના વતન એટલે તેમના ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે.ખાસ વાત એ છે કે, આ વર્ષે એસટી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેથી મુસાફરોને રાહત મળશે.
Latest Stories