ભરૂચ : ધો. 10-12 બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જે.પી.કોલેજ ખાતે સરકારી પ્રતિનિધિઓની તાલીમ શિબિર યોજાય...

ભરૂચમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે સરકારી પ્રતિનિધિઓ માટેનો તાલીમ કાર્યક્રમ શહેરની જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો

New Update
  • ધો. 10-12 બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે તાલીમ

  • સરકારી પ્રતિનિધિઓ માટેના તાલીમ કાર્યક્રમનું આયોજન

  • જે.પી.કોલેજ ખાતે સરકારી પ્રતિનિધિઓની તાલીમ શિબિર

  • ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ રહ્યા ઉપસ્થિત

  • પોલીસ વિભાગના અધિકારી સહિત પ્રતિનિધિઓની ઉપસ્થિતી 

ભરૂચમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે સરકારી પ્રતિનિધિઓ માટેનો તાલીમ કાર્યક્રમ શહેરની જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. 

આગામી તા. 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભરૂચના 143 પરીક્ષા બિલ્ડીંગો ઉપર કુલ 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેત્યારે તમામ કેન્દ્રના સંચાલકો સાથે મિટિંગ કરી તેમને જરૂરી સૂચના આપવામાં આવી છે.

રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચના અન્વયે રાજ્યભરમાં નોડલ કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે ભરૂચ શહેરની જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે 153 જેટલા નોડલ કર્મચારીઓને વિદ્યાર્થીઓ ભયમુક્ત રહી સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકેપરીક્ષાની શાંતિનો ભંગ ન થાય તેમજ પરીક્ષા દરમ્યાન આપત્કાલીન પરિસ્થિતીને પહોચી વળવા માટે કેવા પગલાં લેવા તે સંબંધે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નોડલ અધિકારીઓ પરીક્ષા શરૂ થયા પહેલા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રની ચોકસાઇપૂર્વક તપાસ કરશે. પરીક્ષા કેન્દ્રમાં યોગ્ય સાફ-સફાઈસંદિગ્ધ ચીજ-વસ્તુ, CCTVનું સઘન મોનિટરિંગશાળા કેમ્પસમાં અજાણ્યા વ્યક્તિઓની અવર-જવર ન થાય તે સુનિશ્ચિત કરશે અને શંકાસ્પદ બાબતો અંગે પોલીસ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સહિત પોલીસ વિભાગના અધિકારી તેમજ મોટી સંખ્યામાં સરકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories