ભરૂચ: આમોદ ITIમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પરેશાન, ST બસની સુવિધા ન હોવાના આક્ષેપ

જંબુસર આમોદ અને વાગરા તાલુકાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ.માં અભ્યાસ અર્થે આવે છે પરંતુ બસની સુવિધા ન હોવાથી તેઓએ પાંચથી આઠ કિલોમીટર સુધી ચાલતા આવું પડે છે..

New Update

આમોદના કાંકરીયા નજીક આવેલી છે ITI

ITIના અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

એસ.ટી.બસની સુવિધા ન મળતી હોવાના આક્ષેપ

5 થી 8 કી.મી.ચાલતા મુસાફરી કરવી પડે છે

એસ.ટી.બસની સુવિધા આપવા માંગ 

ભરૂચના આમોદના કાંકરિયા નજીક આવેલ આઈટીઆઈમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ એસટી બસની સુવિધાના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે..

ભરૂચના આમોદના કાંકરિયા ગામ ખાતે એસ.ટી. બસની સુવિધા ન હોવાથી આઈ.ટી.આઈમાં અભ્યાસ અર્થે આવતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જંબુસર આમોદ અને વાગરા તાલુકાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ.માં અભ્યાસ અર્થે આવે છે પરંતુ બસની સુવિધા ન હોવાથી તેઓએ પાંચથી આઠ કિલોમીટર સુધી ચાલતા આવું પડે છે...

આઈટીઆઈમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે ત્યારે સમયસર બસની સુવિધા ન મળતા તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આકરી ગરમી કે વરસાદના વાતાવરણમાં પણ વિદ્યાર્થીઓએ પગપાળા આવવું પડે છે ત્યારે વહેલામાં વહેલી તકે બસની સુવિધા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે..

Latest Stories