ભરૂચ : HMPV વાયરસ સામે તંત્ર સજ્જ,જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાઓને કરાય એલર્ટ

વિશ્વમાં પુનઃ મહામારીના ભરડાની દહેશત વ્યક્ત કરાય રહી છે.ભારતમાં પણ HMPV વાયરસે પગપેસારો કરતા સરકાર સહિતનું તંત્ર એલર્ટ થઇ ગયું છે, તો

New Update
Advertisment
  • HMPV વાયરસથી દહેશત

  • બાળકોમાં ફેલાતા રોગથી ભય

  • જિલ્લા શિક્ષણ વિભાગ પણ બન્યું સાબદુ

  • પાણી પહેલા બાંધી પાળ

  • જિલ્લાની શાળાઓને કરાય એલર્ટ

Advertisment

વિશ્વમાં પુનઃ મહામારીના ભરડાની દહેશત વ્યક્ત કરાય રહી છે.ભારતમાં પણ HMPV વાયરસે પગપેસારો કરતા સરકાર સહિતનું તંત્ર એલર્ટ થઇ ગયું છે, તો બીજી તરફ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સતર્કતા દાખવીને પાણી પહેલા પાળ બાંધી છે.

ગુજરાત રાજ્યમાં HMPV વાયરસના લક્ષણો ધરાવતા બાળકોની સારવાર કરવામાં આવી છે,બીજી તરફ બાળકોમાં ફેલાતા આ રોગને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે.ભરૂચ જિલ્લામાં હાલમાં એક પણ HMPV વાયરસનો કેસ નોંધાયો નથી,પરંતુ આવનાર સમયમાં શૈક્ષણિક પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે પણ કમર કસી છે.જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શળાઓને આ અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે,અને વાયરસ સમયે લડવા માટેની તમામ તૈયારીઓ સાથે સજ્જ થઇ ગયા છે.તેમજ સરકાર દ્વારા જે પણ ગાઇડલાઇન આપવામાં આવશે એ મુજબ શાળાઓને એલર્ટ કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.

 

Latest Stories