New Update
/connect-gujarat/media/media_files/2025/11/28/accident-2025-11-28-18-16-26.jpg)
ભરૂચના ઝઘડિયાના દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટ્રેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેમ્પામાં સવાર કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને તુરંત સારવાર માટે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
Latest Stories