New Update
/connect-gujarat/media/media_files/2024/10/17/WM8C53s1U70WxKXn7YiR.png)
ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં છેલ્લા ૧૮ વર્ષથી ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મુસ્લિમ નામ ધારણ કરી પોલીસથી નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે વર્ષ 2006માં આમોદ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાનો આરોપી અરવિંદ ઉર્ફે કલ્લુ જબુ ગૌતમ સુરતની કીમ ચોકડી નજીક આવેલ પાલોડના કોહીનુર એપાર્ટમેન્ટમાં પોલીસ ધડપકડથી બચવા માટે મુસ્લીમ નામ કલ્લુ કુરેશી રાખી રહે છે અને તે કીમ ચોકડી પાસે આવેલ દાલ મીલ પાસે હાજર છે.પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડા પાડી ચોરીના ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર આરોપી
અરવિંદ ઉર્ફે કલ્લુ ઉર્ફે કુરેશી જબુ ગૌતમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.