ભરૂચ: 10 વર્ષની નિર્ભયાને પિંખનાર નરાધમ આરોપી પોલીસના વધુ 7 દિવસના રિમાન્ડ પર, પોટેન્શિયલ ટેસ્ટ પણ કરાશે

ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે ચકચારી દુષ્કર્મના મામલામાં નરાધમ આરોપીને આજે ફરીવાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

New Update
  • ભરૂચમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો

  • નરાધમ આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરાયો

  • કોર્ટે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ કર્યા મંજુર

  • આરોપીનો પોટેન્શિયલ ટેસ્ટ પણ કરાશે

  • બાળકીનો જીવન સાથે જંગ યથાવત

Advertisment W3.CSS
ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે ચકચારી દુષ્કર્મના મામલામાં નરાધમ આરોપીને આજે ફરીવાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

ભરૂચમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનના આજરોજ પાંચ દિવસના રીમાન્ડ પૂર્ણ થતા તેને પોલીસે અંકલેશ્વરના એડિશનલ ડીસ્ટ્રીકટ સેસન્સ જજની કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી તેની સામે પોલીસ કોર્ટે આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ સમગ્ર પ્રકરણમાં કોર્ટ આરોપીનો પોટેન્શિયલ ટેસ્ટ પણ કરાવશે.આ સાથે જ બાળકીને ઈજા પહોંચાડવા માટે લોખંડના સળિયા ઉપરાંત તીક્ષણ હથિયારનો પણ ઉપયોગ કરાયો હોવાની શંકા સેવાઈ રહી છે.તો સાથે જ દુષ્કર્મ બાદ ઉપયોગમાં લેવાયેલ સળિયો પોલીસે રિકવર કરવાનો  બાકી છે.

આ તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે ત્યારે કોર્ટે આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે પોલીસ પણ આ મામલામાં કડક રાહે તપાસ ચલાવી રહી છે
Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.