ભરૂચ: નર્મદા પાર્કમાં 31stની પાર્ટીને તંત્રએ ન આપી મંજૂરી, VHP સહિતના સંગઠનો દ્વારા નોંધવાયો હતો વિરોધ

ભરૂચના ઝાડેશ્વર સ્થિત સરકારી નર્મદા પાર્ક જિલ્લા પંચાયત હસ્તક આવ્યા બાદ એક બાદ એક વિવાદોમાં ઘેરાયેલો રહે છે. ગત વર્ષે ખાનગી સંસ્થા દ્વારા થર્ટી ફર્સ્ટ ન્યુ યર પાર્ટીનું આયોજન થતા ભારે વિવાદ થયો હતો.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું હતું આયોજન

  • નર્મદા પાર્કમાં યોજાવાની હતી પાર્ટી

  • 31stની પાર્ટીનું કરાયુ હતું આયોજન

  • વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ નોંધાવ્યો હતો વિરોધ

  • તંત્ર દ્વારા આયોજનને પરવાનગી ન આપવામાં આવી

ભરૂચના નર્મદા પાર્કમાં યોજાનાર થર્ટી ફર્સ્ટની પાર્ટીની  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરવાનગી રદ્દ કરવામાં આવી છે.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સરકારી નર્મદા પાર્ક જિલ્લા પંચાયત હસ્તક આવ્યા બાદ એક બાદ એક વિવાદોમાં ઘેરાયેલો રહે છે. ગત વર્ષે ખાનગી સંસ્થા દ્વારા થર્ટી ફર્સ્ટ ન્યુ યર પાર્ટીનું આયોજન થતા ભારે વિવાદ થયો હતો.આ વર્ષે પણ નર્મદા પાર્કમાં ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રીવરફ્રન્ટ ફિયેસ્ટા ટુ ન્યુ યર પાર્ટીનું આયોજન કરાયું હતું. જેની જાહેરાત સાથે તંત્ર પાસે પરવાનગી મંગાઈ હતી. નર્મદા પાર્કમાં ખાનગી સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધ થર્ટી ફસ્ટની પ્રાઇવેટ પાર્ટીનું આયોજન થતા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RTI એક્ટિવિસ્ટ સહિત હિન્દૂ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી નર્મદા પાર્કમાં આ કાર્યક્રમ સામે ભારે નારાજગી નોંધાવી હતી.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા પાર્કમાં ન્યુર પાર્ટીના આ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. ભરૂચ SDM એમ.એન. મનાણીએ સુલેહ શાંતિ જોખમાવાની શકયતાને લઈ નર્મદા પાર્કમાં થર્ટી ફર્સ્ટની પરવાનગી રદ કરી છે.
Latest Stories