ભરૂચ : રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ કરાય, અનેક ભાવિક ભક્તોનો પ્રતિસાદ સાંપડ્યો...

ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની ગતરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

New Update
  • અંધજનો અને દિવ્યાંગો માટે કામ કરતી સામાજિક સંસ્થા

  • રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન

  • પ્રજ્ઞાચક્ષુ કથાકારએ સુમધુર કંઠે કરાવ્યુ કથાનું રસપાન

  • શિવ મહાપુરાણ કથામાં ભાવિકોનો સારો પ્રતિસાદ સાંપડ્યો

  • સુંદર આયોજન બદલ લોકોએ આયોજકોનો આભાર માન્યો

ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની ગતરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કથા દરમ્યાન ધર્મપ્રેમી જનતાનો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.

ભરૂચ શહેરના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની ગત તા. 24 ડિસેમ્બર-2025ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેદેશ-વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિધાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત (શ્રીમદ્ ભાગવત) પર PHD કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવ્યુ હતુંત્યારે કથાના અંતિમ દિવસે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પટેલરાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, GFL કંપનીના સુનિલ ભટ્ટરાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયામાનદ મંત્રી પ્રદિપ પટેલફંડરેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યાચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ સાંધ્ય મહાઆરતીનો લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

તો બીજી તરફ, ભરૂચમાં શિવ મહાપુરાણ કથાના સફળ આયોજન બદલ ભરૂચ અંધજન મંડળ દ્વારા તમામ શ્રોતાઓદાતાઓ તથા ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Latest Stories