New Update
-
ભરૂચ શુકલતીર્થ જાત્રામાં ઉમટતુ માનવ મહેરામણ
-
જાત્રાના અંતિમ દિવસોમાં મેળામાં જનમેદની ઉમટી
-
હૈયેથી હૈયુ દળાય તેવી મેદનીમાં મેળાનો લુફ્ત ઉઠાવતા શ્રદ્ધાળુઓ
-
મનોરંજન,ખાણીપીણી,ખરીદારી સહિતની મોજ માણતા લોકો
-
જાત્રા થી ગ્રામ પંચાયતને 32 લાખની આવકનો અંદાજ
ભરૂચના શુકલતીર્થની જાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે,અને મેળાનો આનંદ માણીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ભરૂચના પૌરાણિક શુકલતીર્થની જાત્રા મેળામાં દેવદિવાળીએ બે લાખથી વધુ મેદની ઉમટી પડી હતી.મેળામાં રાત દિવસ રહેલી મેદનીએ મનોરંજન, ખાણીપીણી, ખરીદારી સહિતની મિત્રો, પરિવાર અને સગાસંબંધી સાથે મોજ માણી હતી.આજે રવિવારે મેળો અને શુકલતીર્થ જવાના રસ્તા પર વાહનો અને લોકોની અવરજવર અવિરત રહી હતી.હવે દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું હોય અંતિમ દિવસમાં યાત્રા અને મેળો માણી લેવા શુકલતીર્થ હૈયેથી હૈયુ દળાય તેવી મેદનીથી ઉભરાઈ ઉઠ્યું હતું.
આ મેળામાં સતત ભીડ વચ્ચે 150 થી વધુ પોલીસ કર્મચારીઓ દિવસ રાત ફરજ બજાવી રહ્યા છે. જેને લઈ જીલ્લા અને રાજ્યમાંથી આવતા લોકો નિશ્ચિત થઈ મેળો મહાલી રહ્યા છે.શુકલતીર્થ ગ્રામ પંચાયતને મેળા થકી 32 લાખથી વધુની આવક થશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
Latest Stories