-
જુના તવરા ગામ ખાતે કરવામાં આવ્યું આયોજન
-
ગોહિલ રાજપૂત પરિવાર દ્વારા વિશેષ આયોજન
-
મંદિરના ચોથા પટોત્સવની ઉજવણી કરવામાં આવી
-
પૂજા તથા મહાપ્રસાદીનો ગ્રામજનોએ લાભ લીધો
-
મોટી સંખ્યામાં આગેવાનો-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે ગોહિલ રાજપૂત પરિવાર દ્વારા સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના સામાજીક અગ્રણી પ્રવિણસિંહ ગોહિલ દ્વારા સત્યનારાયણ ભગવાન તથા ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગત તા. 25 મે-2025 રવિવારના રોજ પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ, શ્રીફળ હવન અને મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે પ્રવિણસિંહ બાપુ, અલ્કેશસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી હવન પૂજા તથા મહાપ્રસાદીનો લાભ લીધો હતો.