New Update
ભરૂચના આમોદ નગરમાં આવેલો છે બગીચો
સંતરામ મંદિર નજીક આવેલો બગીચો ઉજ્જડ
નગરપાલિકા દ્વારા નથી કરાતી સાફ સફાઈ
બાગને તાળુ મારી દેવામાં આવ્યું
વહેલી તકે સાફ સફાઈ કરાવવા માંગ
ભરૂચના આમોદના સંતરામ મંદિર નજીક આવેલ બગીચો નગરપાલિકાની જાળવણીના અભાવે ઉજ્જડ બની ગયો છે ત્યારે બગીચાની વહેલી તકે સાફ સફાઈ કરાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે
ભરૂચની આમોદ નગરપાલિકા હદ વિસ્તારમાં લોકોને હરવા ફરવા અને આનંદ માણવા 2 બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જો કે સંતરામ મંદિર નજીક આવેલા બાગને નગર સેવા સદન દ્વારા છેલ્લા કેટલાક સમયથી તાળુ મારી દેવામાં આવ્યું છે જેના કારણે બાગ હાલ ઉજ્જડ બની ગયો છે.બાગની દેખરેખ અને સાફ-સફાઈ કરનાર માળીને આમોદ નગરપાલિકા દ્વારા વેરા વિભાગમાં મૂકી દેવાથી બાગ જાણે જંગલ બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.બાગની બાજુમાં આવેલ મિશ્ર શાળાના આચાર્યએ પણ બાગ અંગે નગરપાલિકામાં રજુઆત કરી હોવા છતાં આજ સુધી પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી.નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની દરકાર ન લેવાતા બાગ ઉજ્જડ વેરાન બની ગયો છે.આ બાગમાં પહેલાની જેમ સાફ-સફાઈ રાખવામાં આવે અને તેમાં કાયમી ધોરણે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Latest Stories