-
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા કરાયું આયોજન
-
છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિને બહાર લાવવા માટે આયોજન
-
5 દિવસીય ખેલો “LDCP” સ્પોર્ટ્સ સેલિબ્રેશનનો પ્રારંભ કરાયો
-
આઉટડોર ગેમ્સ સહિત ઇન્ડોર કોમ્પિટિશનનો કરાયો સમાવેશ
-
કોલેજના આચાર્યા સહિત સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે 5 દિવસીય ખેલો “LDCP” સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે સ્પોર્ટ્સ સેલિબ્રેશનના પ્રથમ દિવસે કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી અને વાલીઓમાં લોકપ્રિય એવી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છે, ત્યારે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ખેલો “LDCP” સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 05થી 09 જાન્યુઆરી-2025 સુધી વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવશે.
આજે પ્રથમ દિવસે સ્પોર્ટ્સ સેલિબ્રેશનની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા મશાલ પ્રગટાવીને પરેડ થકી કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ ઇન્ચાર્જ એઝાઝ સર દ્વારા ગ્રીન સિગ્નલ આપી તેમજ આચાર્યા ડો. નિધિ ચૌહાણ સહિત કોલેજ પરિવારે રીબીન કાપી સ્પોર્ટ્સ સેલિબ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિવિધ રમતો જેવી કે, ક્રિકેટ, કબડ્ડી, વોલિબોલ, ખો-ખો, બેડમિન્ટન, દોરડાં ખેંચ સહિતની અન્ય આઉટડોર રમતો તેમજ ચેસ, કેરમ, રંગોળી જેવી ઇન્ડોર સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્યા ડો. હસુમતિ રાજ તથા ડો. નિધિ ચૌહાણ તેમજ કોલેજ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ઉપસ્થિત રહી સ્પોર્ટ્સ સેલિબ્રેશનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.