ભરૂચ : પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર યુવતીની માસીને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારવાનો પ્રેમીએ કર્યો પ્રયાસ..!

પ્રેમિકાની માસીને પ્રેમીએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરતા ઇજાગ્રસ્ત માસીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો બીજી તરફ, પોલીસે આરોપી પ્રેમીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી

author-image
By Connect Gujarat Desk
New Update
  • ’ ડિવિઝન પોલીસ મથક વિસ્તારનાBTM મિલ નજીકની ઘટના

  • પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર પ્રેમિકાની હત્યા કરવાનો પ્રયાસ

  • પ્રેમિકાની માસીને પ્રેમીએ ઝેર પીવડાવી મારી નાખવા પ્રયાસ કર્યો

  • ઇજાગ્રસ્ત માસીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી

  • પોલીસે ફરાર આરોપી પ્રેમીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી

ભરૂચમાં પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર પ્રેમિકાની માસીને પ્રેમીએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરતા ઇજાગ્રસ્ત માસીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો બીજી તરફપોલીસે આરોપી પ્રેમીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારભરૂચના એ’ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સોનલ સોલંકીના બેનની દીકરીના પ્રેમમાં ફરહાન નામનો એક યુવાન પડ્યો હતો. જેની જાણ થતાં તેઓએ બહેનની દીકરીની બીજે સગાઈ કરાવી હતી. જેનાથી નારાજ થઈ ફરહાને બી.ટી.એમ. મિલ પાસેથી જ્યારે સોનલ સોલંકી એકલા પસાર થઈ રહ્યા હતાત્યારે એક મિત્ર સાથે ધસી આવી ફરહાને તેના મિત્રની મદદથી સોનલ સોલંકીને બળજબરીથી ઝેરી દવા પીવડાવી દઈ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.

જેના પગલે સોનલ સોલંકીને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ’ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે આરોપી ફરહાનને વહેલી તકે ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

ભરૂચ: આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીના દ્રશ્યો, સ્વરછતા અભિયાન માત્ર કાગળ પર !

ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો પ્રશ્ન

  • નગરપાલિકા કચેરી સામે જ ગંદકી

  • ગંદકીના કારણે લોકોને પરેશાની

  • વારંવાર રજુઆત છતાં કોઈ નિરાકરણ નહીં

  • સાફ સફાઈ કરાવવા સ્થાનિકોની માંગ

ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચની આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર 200 મીટર અંતરે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નગરપાલિકા સામે સ્વચ્છતા અભિયાનની ધજાગરા ઉડતી હોવાના દ્રશ્યોને લઈને સ્થાનિકો અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આમોદના તિલક મેદાન, વેરાઈ માતાજી મંદિરની આસપાસ ગંદકીના કારણે ત્યાં દર્શનાર્થે આવતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. દુકાનદારોનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી પગલાં લેવામાં નથી આવતા ત્યારે પ્રશ્નના તાકીદે નિકાલની માંગ કરવામાં આવી છે.