ભરૂચ : પ્રથમ વરસાદમાં જ રાજપારડીથી SOUને જોડતો મુખ્ય બન્યો અત્યંત માર્ગ બિસ્માર..!

ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા..

New Update
  • ઝઘડીયા તાલુકામાં વિવિધ માર્ગ બન્યા અત્યંત બિસ્માર

  • રાજપારડીથીSOUને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો

  • પ્રથમ વરસાદમાં જ માર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી

  • માર્ગ પરથી પસાર થતાં અનેક વાહન ચાલકોને પરેશાની

  • વહેલીતકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવાની માંગ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.

હાલ ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છેત્યારે પ્રથમ વરસાદથી જિલ્લાના કેટલાક માર્ગ બિસ્માર બન્યા છે. જેમાં ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. રાજપારડી ચાર રસ્તા નજીક પ્રથમ વરસાદથી જ માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી.

વરસાદનું આગમન થતાં જ માર્ગો પર ખાડાઓ પડતાં વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગ પર મોટા તેમજ જીવલેણ ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છેત્યારે વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર : રાજકોટમાં પ્રોહીબિશનના 3 ગુનામાં વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચે કસ્બાતીવાડમાંથી કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ એલ.સી.બી.ના અધિકારી કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા

New Update
bff

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ એલ.સી.બી.ના અધિકારી કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમ્યામ બાતમી મળી હતી કે રાજકોટ ગ્રામ્યના 3 અલગ અલગ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી  રીયાઝ ખાન ઉર્ફે મુન્નો મેહબુબખાન પઠાણ રહે, હાલ કસ્બાતીવાડ સફીકભાઈ મલેકના મકાનમાં અંકલેશ્વર શહેર તેના ઘરની બહાર ઉભો છે જેના આધારે પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.