ભરૂચ : રોડના ખાડા, રખડતાં ઢોર અને ડમ્પીંગ સાઈટ મુદ્દે પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે કર્યો શાસક પક્ષનો ઘેરાવો...

ભરૂચ પાલિકાની સમાન્ય સભા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિપક્ષે રોડ પરના ખાડા, રખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટ મુદ્દે શાસક પક્ષને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી.

New Update

ભરૂચ નગરપાલિકાની સમાન્ય સભા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિપક્ષે રોડ પરના ખાડારખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટ મુદ્દે શાસક પક્ષને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી.

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં મળી હતી. જેના પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા ભરૂચની પ્રજાને કનડતા અને હાલમાં સળગતા એવા 3 મુદ્દા રોડ પરના ખાડારખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટના વિવાદના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલોથી વાતાવરણ ગરમાયું હતું. સમગ્ર મામલે પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ભરૂચ પ્રત્યેનો લગાવ દર્શાવી શાસક પક્ષના સભ્યોને ઘેર્યા હતા. વિપક્ષી સભ્યોએ શહેરના રોડ પર ટુંક જ સમયમાં ખાડા પડવા બાબતે કોન્ટ્રાક્ટરોને છાવરવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી હતી.

આ ઉપરાંત હાલમાં વિવાદિત ડમ્પિંગ સાઈટના મુદ્દે સાયખા ખાતે ફાળવવામાં આવેલ જમીન પર શા માટે કામગીરી નથી કરાઇ તેમ કહી હવેના આયોજન અંગે પ્રશ્નો કરતા શાસક પક્ષ દ્વારા હાલ આ મુદ્દે GPCBની મંજુરી અંતિમ તબક્કામાં હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો હતો. તો શહેર ના રોડ પર રખડતાં ઢોરોના મુદ્દે પાલિકાની કામગીરી માત્ર કોઈ બનાવ બને ત્યારે કરાતી હોવાનો આક્ષેપ કરતા પ્રમુખે વરસાદના કારણે ઢોરોને પકડવાનું બંધ હતુંજે હવે પુનઃ ચાલુ કરાશે તેવી ખાતરી આપતાં એજન્ડા પરની મુખ્ય ચર્ચા થઈ શકી હતી. વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ભવ્ય ભરૂચને ભાજપના શાસકોએ ભાંગી નાખ્યું હોવાનો આક્ષેપ કરી ભાજપના કારણે પ્રજાજનોને હાડમારી પડી રહી હોવાનું કહીં શાસકો બચાવની સ્થિતિમાં આવી ગયા હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યો  સાથે ભરૂચને સુંદર બનાવવા સૌને સાથે રાખવાનું પણ કહ્યું હતું. તો ડમ્પીંગ સાઈટનું હાલ હંગામી ધોરણે કામ ચાલી રહ્યું હોય જેથી આગામી દિવસોમાં આ પ્રશ્નનું પણ નિવારણ આવી જશે તેમ જણાવ્યુ હતું. પોણા 3 કલાકની મેરોથોન બની રહેલ ભરૂચ નગરપાલિકાની સમાન્ય સભામાં વિપક્ષના આક્રમણ સામે શાસક પક્ષની કોઈ તૈયારી ન હોવાનું લાગી રહ્યું હતું.

 

Latest Stories