ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થને જોડતા માર્ગ પર આખરે પેચવર્કની કામગીરી હાથ ધરાય

ભરૂચના શુકલતીર્થ મેળાના આજે ત્રીજા દિવસે  ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી

New Update
Advertisment
  • ભરૂચમાં માર્ગ બિસ્માર

  • ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ સુધીનો બિસ્માર માર્ગ

  • શુકલતીર્થ ખાતે ચાલી રહ્યો છે મેળો

  • તંત્ર દ્વારા માર્ગ પર પેચવર્ક કરાયુ

  • વાહનચાલકોને રાહત

Advertisment

ભરૂચના શુકલતીર્થ મેળાના આજે ત્રીજા દિવસે  ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.હાલ શુકલતીર્થમાં ભાતીગળ મેળો ચાલી રહ્યો છે ત્યારે મેળો મહાલવા માટે સેંકડો લોકો આ માર્ગ પરથી પસાર થતા હોય છે. ત્યારે બિસ્માર માર્ગના કારણે તેઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો પરંતુ મોડે મોડે તંત્ર દ્વારા માર્ગ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને  ખાડાઓ પુરવામાં આવ્યા છે. આ માર્ગનું રૂ.20 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે પરંતુ મંદગતિએ ચાલતી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે માર્ગના સમારકામની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે
Latest Stories