ભરૂચના હાંસોટમાં માર્ગ થયો બ્લોક
હાંસોટથી કંટિયાળજાળને જોડતો માર્ગ બંધ
વનખાડીનું પાણી થયું ઓવરફ્લો
તંત્ર દ્વારા બહાર પડાયુ જાહેરનામું
વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના
ભરૂચના હાંસોટથી કંટિયાળજાળ તરફ જતા માર્ગ પર દંત્રાઇ ગામ પાસે આપવામાં આવેલ ડાયવર્ઝન વનખાડીના પાણીના કારણે ધોવાઈ જતા તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપી છે.
ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી વનખાડીના પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો.
આ રસ્તો બ્લોક થઈ જવાના કારણે તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપ્યું છે જેમાં હાંસોટથી કંટીયાળજાળ તરફ જતા વાહન ચાલકોએ અલવા,કાંટા સાયણ,બોલાવ ધમરાડ,વઘવાણ થઈ કંટીયાળજાળ તરફ જવાનું રહેશે જ્યારે તરફ હાંસોટ તરફ જતા વાહન ચાલકોએ વઘવાણ, ધમરાડ, બોલાવ,કાંટાસાયણ અને અલવા થઈ હાંસોટ તરફ જવાનું રહેશે.આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાળાની કામગીરીના પગલે બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ તે ધોવાઈ જતા હવે વાહન ચાલકોએ ફેરવો સહન કરવાનો વારો આવશે .