ભરૂચ: હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામના સ્વયંભૂ પ્રગટ થયેલા વમળનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ  વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે.

New Update

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ  વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે. અને વમળનાથ મહાદેવ  મંદિર વમલેશ્વર નામથી પ્રસિદ્ધ થયું છે. 

ભરૂચ જિલ્લાના હાંસોટ થી 17 કિમી દૂર અરબી સમુદ્ર  અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે. આ ગામને દેવાધી દેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઇ છે.વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે.આ ગામમાં વમળનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ,રત્નેશ્વર મહાદેવ,ગુપ્તેશ્વર મહાદેવ અને પાલેશ્વર મહાદેવના પ્રાચીન  મંદિરો આવેલા છે. આ પાંચ મંદિરોમાં સૌથી પ્રચીન વમળનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ વમળનાથ મહાદેવ મંદિરની પ્રાચીન  દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભુ મહાદેવ પ્રગટ થયા હતા એટલે વમળનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા,ભક્તો આ વમળનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શીવલીંગની પૂજા અર્ચના કરતા હતા અને આ વમળનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે.
સમય જતા ગ્રામજનોએ વમળનાથ મહાદેવ મંદિરનો જીણોધ્ધાર કરી તેમાં કેદારનાથ, સોમનાથ,બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે,આ મંદિરની બાજુમાં માઁ નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે.ત્યારે દૂર દૂર થી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે,ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે,અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.
અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થયા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે. નર્મદા માતાજીના ઉદગમ સ્થાન અમરકંટક થી પ્રથમ ચરણની શરુ કરેલ નર્મદા પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે વમળનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે. અને રેવા સંગમ તીર્થ સ્થાન થી નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે.અને ત્યાં થી બીજા ચરણની  નર્મદા પરિક્રમા શરુ કરે છે. વમલેશ્વર ગામ ખાતે લાખો ની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે. જેઓ ને ગ્રામજનો જમવા રહેવા સહિતની તમામ સુવિધાઓ પુરી પાડે છે, ત્યારે વમળનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.