ભરૂચ : ઝઘડીયાના વઢવાણા ગામે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું, ગ્રામજનોમાં ફફડાટ...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામ ખાતે ભારે વરસાદના કારણે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

New Update

ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામનો બનાવ

વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા

નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન

આખેઆખું મંદિર જળમગ્ન થતાં ગ્રામજનોમાં ફફડાટ

અન્ય સ્થળે મંદિરની સ્થાપના કરવામાં આવશે : મહંત

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામ ખાતે ભારે વરસાદના કારણે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 2 દિવસથી ધીમીધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફઝઘડીયા તાલુકાના વઢવાણા ગામ ખાતે હોનારત સર્જાય હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે વઢવાણા ગામ ખાતે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું હતું. નદી કાંઠે માટી ધસી પડતા સમગ્ર મંદિર ધરાશાયી થયું હતું. મંદિરના મહંત સિયાશરણ દાસ દ્વારા કેટલાક વર્ષોથી નર્મદા નદી કિનારે મંદિરની પાસે સંરક્ષણ દિવાલ બનાવવા માટે તંત્રમાં લેખીત રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સંરક્ષણ દિવાલ નહીં બનવાના અભાવે માટી ધોવાણ થતાં ગત રાત્રિના અરસામાં શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું હતું. બનાવની જાણ થતાં જ ગામના યુવાનો દ્વારા મંદિરના અવશેષોને પુનઃ મંદિર સ્થળે લાવી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિર મહંતના જણાવ્યા અનુસારઆ મંદિર આશરે 600 વર્ષ પુરાણું હોવાથી અતિ પૌરાણિક મંદિરની સ્થાપના બીજા કોઈ અન્ય સ્થળે કરવામાં આવશે.

 

Latest Stories