New Update
/connect-gujarat/media/media_files/2025/03/17/lsuHx0QubVk3AtS9TfDX.jpeg)
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરીક્ષા ધોરણ પાંચના વિદ્યાર્થીઓ આપશે ભરૂચમાં કુલ 56 કેન્દ્ર પર આ પરીક્ષા 22 માર્ચ 2025, શનિવારના રોજ યોજાશે. ભરૂચના કુલ 13,022 વિદ્યાર્થીઓ શનિવારે આ પરીક્ષા આપશે CET પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ મળશે.
આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઓલે જણાવ્યું હતું કે આ પરીક્ષા પાસ કરવાથી વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ છ માં પ્રવેશ મેળવવા માટે પાત્રતા મળશે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.ધોરણ છ થી આઠમાં ભણતા તમામ મેરીટમાં સામેલ વિદ્યાર્થીઓ માટે 20,000 રૂપિયા પ્રતિ વર્ષ અને ધોરણ 9 10 માટે મેરીટમાં આવનાર પ્રત્યેક વિદ્યાર્થી માટે 22000 રૂપિયા પ્રતિ વર્ષ અને ધોરણ 11 તથા 12 ના મેરીટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓ માટે 25000 રૂપિયા પ્રતિ વર્ષ સ્કોલરશીપ આપવામાં આવશે.