ભરૂચ : જંબુસરના ગણેશચોક વિસ્તાર સ્થિત ગણપતિ મંદિરના ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ...

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના નુતન ગણપતિ અને આશાપુરી માતા મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update

જંબુસર નગરના ગણેશચોક વિસ્તારમાં આયોજન

ગણપતિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

શોભાયાત્રા સહિત પૂજન અને અર્ચન કરવામાં આવ્યું

વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

મોટી સંખ્યામાં જંબુસરના નગરજનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના નુતન ગણપતિ અને આશાપુરી માતા મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના ગણેશચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક ગણપતિઆશાપુરી માતા મંદિરનો ટ્રસ્ટીઓ દ્વારા જીર્ણોદ્ધાર કરી નુતન મંદિર બનાવવાનું સપનું સેવાભાવી દાતાઓ દ્વારા સાકાર થયું છેત્યારે નવનિર્મિત ગણપતિ મંદિર અને તેના સંકુલમાં બિરાજમાન આશાપુરી માતાહનુમાનજી દાદાજલારામ બાપા અને શિવાલયના દેવી-દેવતાઓના ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત તા. 15-10-2024 મંગળવારના રોજ દેહશુદ્ધિ તથા કુટીર હોમ થકી પ્રારંભ કરાયો હતો. બપોર બાદ શોભાયાત્રા પ્રારંભે બીએપીએસ સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશોનિલય સ્વામીએ પધારી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂંજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે ઉપલી વાટકોટ બારણામુખ્ય બજારસોની ચકલાલીલોતરી બજાર થઈ પરત ગણેશ ચોક મંદિર ખાતે આવી પહોંચી હતી. આ શોભાયાત્રામાં બંટી ફળિયા હનુમાન ચાલીસા સત્સંગ મંડળ દ્વારા ભજનોની રમઝટ બોલાવતા મહિલાઓ ભક્તિરસમાં ઝુમી ઉઠી હતી. દેવી-દેવતાઓને પુષ્પથી વધાવી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે જંબુસર નગરપાલિકા પ્રમુખ અમિષા શાહનગરપાલિકા સદસ્યોજંબુસર નગર અગ્રણીઓ મનન પટેલજીગર પટેલશૈલેષ પટેલજીતુ મકવાણા,મહેન્દ્ર સોની સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.