ભરૂચ : જુના તવરા ગામના સેવાભાવી વૃદ્ધ કનુ મામાનું અનોખુ સેવાકાર્ય, વાંચો પરિક્રમાવાસીઓ સહિત પંખીઓ માટે શું કર્યું..!

ભરૂચ તાલુકાના જુના તવરા ગામના સેવાભાવી વૃદ્ધ કનુ મામાની પરિક્રમાવાસીઓની સેવા સાથે સાથે રોજના 800થી 1 હજાર પંખીઓને ચણ નાખી પોતાનું સેવાકાર્ય યથાવત રાખ્યું છે. 

New Update
amahrja

ભરૂચ તાલુકાના જુના તવરા ગામના સેવાભાવી વૃદ્ધ કનુ મામાની પરિક્રમાવાસીઓની સેવા સાથે સાથે રોજના 800થી 1 હજાર પંખીઓને ચણ નાખી પોતાનું સેવાકાર્ય યથાવત રાખ્યું છે. 

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે માઁ નર્મદા નદીના તટ ઉપર આવેલ કનુભાઈ આશાભાઈ પટેલ નામથી ઓળખાતા કનુ મામાના આશ્રમ ખાતે અહીં પરિક્રમા વાસીઓની તનમન અને ધન થી સેવા કરી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી જંબુસર તાલુકાના વાવલી ગામના કનુમામાએ 25 વર્ષથી જુના તવરા આવી અનેક આશ્રમમાં સેવાઓ પણ કરી છે. કનુમામા અહીં આવતા પરિક્રમાવાસીઓને તેમનું મન ગમતું ભોજન પણ પીરસતા હોય છે. પરિક્રમાવાસીઓ સાથે સાથે અહીં રોજના 800થી 1 હજાર પક્ષીઓ જેમાં કબૂતરકાગડા અને મોર જેવા પક્ષીઓ સવારે 7 વાગ્યાથી લઈને સાજે 6 વાગ્યા સુધી ચણ નાખી પોતાનું સેવાકાર્ય યથાવત રાખ્યું છે. અહી તેઓ પક્ષીઓને ઘઉંજુવાર અને બાજરી સહિત ફરસાણ આપી તેઓની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. 75 વર્ષની વયે પણ સતત લોકોની સેવામાં કાર્યરત એવા કનુ મામા પરિક્રમાવાસીઓની પણ દિલથી સેવા કરી રહ્યા છે.

Latest Stories