ભરૂચ: ધી યુનાઇટેડ મુસ્લિમ એસો.દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયુ આયોજન

ભરૂચના ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિયેશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન તેમજ ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • યુનાઇટેડ મુસ્લિમ એસો.દ્વારા આયોજન

  • તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

  • આગેવાનોએ આપી હાજરી

  • સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિયેશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન તેમજ ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભરૂચના ધી યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન અને ઈનામ વિતરણનો કાર્યક્રમ કંથારીયા ગામ સ્થિત સાજીદ દલાલ હોલ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડૉ. હિદાયતુલ્લાસ સૈયદ અને વિશિષ્ટ અતિથિ તરીકે મોહસીનઅલી ખાને હાજરી આપી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેરની તમામ હાઈસ્કૂલના S.S.C. અને H.S.C. ના ટોપર વિદ્યાર્થીઓ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને મેડલ, પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ અવસર પર 12 સાયન્સના  34, 12 સામાન્ય પ્રવાહના  74, ધોરણ 10ના 100, ગ્રેજ્યુએશનના 25 વિદ્યાર્થીઓને સન્માન આપવામાં આવ્યું હતું.
ઉપરાંત વિષય મુજબ સર્વોચ્ચ ગુણ મેળવનાર 42 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંસ્થાના  વસીમ શેખ,સાહીદભાઈ શેખ,પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાકટર અને સેક્રેટરી ઈમ્તિયાઝ પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories