New Update
/connect-gujarat/media/media_files/JKJ2XUiz2VNCwcrO2C9K.jpg)
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરી યુવતીને વિડિયો કોલથી હેરાન કરતાં ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો જેની વિગતો અનુસાર ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ આ ગુનાના આરોપી
પિયુષ પ્રજાપતિ દ્વારા ફરીયાદીની જાણ બહાર ચોરી-છુપીથી મેળવી લેવામાં આવ્યો હતો બાદમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરી ફરીયાદીના નામથી ફરીયાદીની પત્નિ સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર વિડિયો કોલથી હેરાન કરીને તથા અન્ય વાતચીત કરીને ફરીયાદીને તથા તેના પરીવારને હેરાન કરવામાં આવતો હતો.આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનીકલ એનાલીસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ભરૂચના ચાવજમાં રહેતા આરોપી પિયુષ પ્રજાપતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે