ભરૂચ: હરીપ્રબોધમ પરિવાર દ્વારા ત્રી દિવસીય પારાયણ સમારોહ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભ

ભરૂચમાં હરિ પ્રબોધમ પરિવાર દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે ત્રણ દિવસીય પારાયણ સમારોહનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશના ભક્તોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • હરીપ્રબોધમ પરિવાર દ્વારા આયોજન

  • પારાયણ સમારોહ યોજાયો

  • ભાવિક ભક્તોએ લીધો લાભ

  • સંતો મહંતો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં હરીપ્રબોધમ પરિવાર દ્વારા યોજાયેલ 3 દિવસીય પારાયણ સમારોહનું મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
ભરૂચમાં હરિ પ્રબોધમ પરિવાર દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે ત્રણ દિવસીય પારાયણ સમારોહનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશના ભક્તોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ અવસરે કથાવર્તા, ભજન તથા પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોએ અંતઃકરણની શુદ્ધિનો આનંદ માણ્યો હતો.આ પ્રસંગે પૂજ્ય સર્વમંગલ સ્વામી તથા પૂજ્ય પ્રણેશભાઈએ વ્યાસપીઠ પરથી ભક્તોને આધ્યાત્મિક ભાથું પીરસ્યું હતું જેનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.
Latest Stories