ભરૂચ: ગ્રામ પંચાયત ચૂંટણી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો

ભરૂચ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીઓ પર ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી

New Update
  • ભરૂચમાં ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ

  • ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો

  • મામલતદાર કચેરીમાં ચહલ પહલ

  • બે દિવસ બાદ ચૂંટણીચિત્ર થશે સ્પષ્ટ

ભરૂચ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીઓ પર ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી
ભરૂચ જિલ્લામાં  આગામી 22મી જૂને યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. જેને લઈને ભરૂચ સહિત તમામ તાલુકાની મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી.દિવસભર સરપંચ, ઉપસરપંચ તેમજ સભ્યપદના ઇચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી.ગામના વિકાસના વચનો સાથે અનેક દાવેદારોએ પોતાની જીતના દાવા પણ કર્યા હતા.મામલતદાર કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી શિસ્તબદ્ધ રીતે ચલાવવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
હવે સૌની નજર 22મી જૂનના મતદાન દિવસ પર છે, જ્યાં મતદારો આગામી પંચ વર્ષ માટે તેમના ગામના વિકાસ માટેની ટીમ પસંદ કરશે.ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં 63 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, 5 ગ્રામપંચાયતોમાં  મધ્યસ્થ ચૂંટણી, 145 ગ્રામપંચાયતમાં ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાશે જેના માટે ચૂંટણી વિભાગ સજ્જ બન્યું છે.બે દિવસ બાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.