ભરૂચ: NH 48 પર મૂલદ ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસુલાત બંધ કરાય, સેંકડો વાહનચાલકોને રાહત

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્થાનિક વાહનો માટે શરૂ કરાયેલ ટોલ વસુલાત ફરી બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને રાહત સાંપડી છે.

New Update
  • ભરૂચ નજીક NH 48 પર આવેલું છે ટોલ પ્લાઝા

  • મૂલદ ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનોને ટોલમાંથી હતી મુક્તિ

  • કેટલાક દિવસોથી ટોલ વસુલાતો હતો

  • આજથી ફરી ટોલ વસુલાત બંધ કરાય

  • સેંકડો વાહનચાલકોને રાહત 

Advertisment
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્થાનિક વાહનો માટે શરૂ કરાયેલ ટોલ વસુલાત ફરી બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને રાહત સાંપડી છે.
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝા આવેલું છે જ્યાં સ્થાનિક વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ થોડા દિવસોથી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે પણ ટોલની વસૂલાત કરવામાં આવી રહી હતી.આ અંગે સ્થાનિક વાહન ચાલકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ કલેકટરને પત્ર લખી સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલાત બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખ વસાવા દ્વારા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ફરીથી ટોલ વસૂલવાનું બંધ કરવામાં આવ્યું છે.આજથી ભરૂચ જિલ્લાના વાહન ચાલકોએ માંડવા ટોલ બુથ પર ટોલ ચૂકવવો નહીં પડે જેથી સ્થાનિક વાહનોને ઘણી રાહત સાંપડશે
Advertisment
Latest Stories