New Update
દિવાળીના પર્વની ઉજવણી
વેકેશનમાં લોકો ઉપડશે ફરવા
પ્રવાસન ઉદ્યોગમાં તેજી
જીએસટી રિફોર્મને લઇ પેકેજના ભાવ ઘટયા
નેપાળ અને કશ્મીરના પેકેજ રદ્દ
દિવાળીના વેકેશનને લઇ પ્રવાસન ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.સરકારના જીએસટી રિફોર્મના કારણે હોટલ અને પેકેજના ભાવોમાં ઘટાડો થતા લોકો ટુરનું પ્લાનિંગ કરી રહ્યા છે
દિવાળી હોય ને ભરૂચવાસીઓ ફરવા ના જાય એવું બને ! મોજમજા માટે જાણીતી ભરૂચની પ્રજા દિવાળીમાં પણ ભરપૂર મનોરંજનના મૂડમાં રહે છે. તેઓ દિવાળી વેકેશનમાં દેશ સહિત દુનિયાભરમાં ફરવા માટે જાય છે ત્યારે આ વર્ષે પણ દિવાળી વેકેશનમાં દેશ-વિદેશનાં સ્થળોએ જવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીનું વેકેશન ટૂંકું હોવાના કારણે હાલ ડોમેસ્ટિકમાં ફરવા માટે લોકો નજીકમાં સ્થળો પસંદ કરી રહ્યા છે. જેમાં ઉજજેન- ઓમકારેશ્વર, રાજસ્થાન અને શિરડી સાપુતારા ફેવરિટ ડેસ્ટિનેશન છે.આ તરફ લાંબા રૂટમાં ઠંડીની સિઝન હોવાના કારણે કેરળ સાથે 7 જ્યોતિર્લિંગની યાત્રા કરવાનું લોકો પસંદ કરી રહ્યા છે.આ અંગે સ્થાનિક ટુર ઓપરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જીએસટીમાં રિફોર્મ કરતા હોટલોના ભાવ ઘટયા છે જેના પગલે પ્રવાસન ક્ષેત્રે તેજી જોવા મળી છે.લોકો પોતાની કાર- વાહનમાં ટુર મેનેજ કરી રહ્યા છે. આ તરફ નેપાળમાં થયેલ તોફાનો અને પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ આ બન્ને પ્રવાસન સ્થળોની મોટાભાગની ટુર કેન્સલ કરવી પડી છે જો કે નજીકના સ્થળોએ જવામાં લોકો ઉત્સાહ દાખવી રહ્યા છે.
Latest Stories