New Update
ભરૂચ હાઇવે પર સર્જાયો ટ્રાફિકજામ
રોડની કામગીરીને પગલે ટ્રાફિકજામ
ચાર કિ.મી.સુધી લાગી વાહનોની કતાર
મુલદ ટોલનાકાથી ન્યાયમંદિર ચોકડી સુધી ચક્કાજામ
કાળઝાળ ગરમીમાં વાહનચાલકો પરેશાન
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે,જેના કારણે ચાર કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ સર્જાયો છે,જેના કારણે વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા.
ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 મુલદ ટોલનાકાથી ન્યાય મંદિર ચોકડી સુધીના રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે અંદાજીત ચાર કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો,અને વાહન ચાલકો ચક્કાજામમાં ફસાયા હતા.કેબલ બ્રિજ પર સર્જાયેલા ટ્રાફિકજામનાં કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો,અને કાળઝાળ ગરમીમાં માલવાહક વાહન ચાલકોની હાલત દયનીય બની હતી.
Latest Stories