ભરૂચ: મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર દહેગામ પાસે સર્જાયો ચક્કાજામ, વાહનોની લાગી લાંબી કતાર

ભરૂચ થી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર દહેગામ નજીક વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.અને ચક્કાજામમાં વાહનો ફસાઇ ગયા હતા.

New Update

ભરૂચ પાસેના એક્સપ્રેસ વે પર સર્જાયો ટ્રાફિકજામ

મુંબઈ દિલ્હી વે પર સૌ પ્રથમવાર સર્જાયો ટ્રાફિક 

ટોલ કલેક્શનમાં મંથરગતિની કામગીરીને પગલે ચક્કાજામ 

વાહનોની બે કિલોમીટર લાંબી લાગી લાઈન

દિવાળીમાં વાહનોનો ધસારો વધતા સર્જાયો ટ્રાફિક  

ભરૂચ થી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર દહેગામ નજીક વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.અને ચક્કાજામમાં વાહનો ફસાઇ ગયા હતા.
ભરૂચમાંથી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર સૌ પ્રથમ વાર ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી હતી.જેમાં દહેગામ નજીકના ટોલ નાકાથી લગભગ અંદાજીત બે કિલોમીટર સુધીની વાહનોની કતાર લાગી હતી.જેમાં સેંકડો વાહનો ચક્કાજામમાં ફસાયા હતા. જાણવા મળ્યા મુજબ દિવાળી પર્વની રજાઓમાં એક્સપ્રેસ વે પર વાહનોનું ભારણ વધવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.અને વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાવાનો વારો આવ્યો હતો.વાહન ચાલકોએ ટોલ બુથ પર વાહનોનું ભારણ વધતા અને ટોલ કલેક્શનમાં ધીમી ગતિને પરિણામે ટ્રાફિક સર્જાયો હોવાનું જણાવ્યું હતું.
દિવાળીની રજાઓની શરૂઆત થતાની સાથે જ લોકોએ પોતાના માદરે વતન તરફ વાટ પકડી છે,એકાએક ભરૂચ પાસેથી પસાર થતા મુંબઈ દિલ્હી હાઇવે પર વાહનોનું ભારણ વધ્યું હતું,અને દહેગામ પાસે ટોલ બુથ પર ચાલતી ટોલ કલેક્શનની કામગીરી મંથર ગતિએ થતી હોવાના કારણે બે કિલોમીટર લાંબો ચક્કાજામ સર્જાઈ ગયો હતો.
Latest Stories