ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે હાર્દસમા શક્તિનાથ વિસ્તારમાં ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, વાહનચાલકો પરેશાન

ભરૂચના હાર્દ સમા શક્તિનાથ સર્કલ વિસ્તારમાં ટ્રાફિકજામની રોજિંદી સર્જાતી પરિસ્થિતિના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

New Update
  • ભરૂચમાં ટ્રાફિકજામની વિકટ સમસ્યા

  • વરસાદી માહોલ વચ્ચે વાહનચાલકોમો મરો

  • શક્તિનાથ વિસ્તારમાં થાય છે ટ્રાફિકજામ

  • વાહનચાલકોને પડે છે મુશ્કેલી

  • ટ્રાફિક નિયમનની કરવામાં આવી માંગ

Advertisment
ભરૂચના હાર્દ સમા શક્તિનાથ સર્કલ વિસ્તારમાં ટ્રાફિકજામની રોજિંદી સર્જાતી પરિસ્થિતિના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે દિન પ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે ત્યારે શહેરના હાર્દસમા શક્તિનાથ વિસ્તારમાં  ટ્રાફિકજામની રોજિંદી પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.બિસ્માર માર્ગ અને ટ્રાફિકનું કોઈ જ મેનેજમેન્ટ ન હોવાના કારણે શક્તિના સર્કલની ચારે તરફ વાહનોની લાંબી કતાર લાગે છે જેના કારણે વાહન ચાલકોએ કીમતી સમય વેડફવાનો વારો આવે છે.પિક અવર્સમાં તો ચક્કજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પોલીસ પોઇન્ટ હોવા છતાં પણ મોટાભાગના સમયે ટ્રાફિક બ્રિગેડના કોઈપણ પોલીસકર્મી હાજર ન રહેતા આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.