New Update
જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ
ઝાડેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
મોડીફાઇડ સાયલેન્સરવાળા ટુ વ્હીલર વાહનોનું ચેકીંગ
બ્લેક ફિલ્મ સહિતના અનેક કાર ચાલકો પણ દંડાયા
ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર અન્ય લોકોમાં ફફડાટ
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોડીફાઇડ સાયલેન્સરવાળા ટુ વ્હીલરો તેમજ કાર પરથી બ્લેક ફિલ્મ દૂર કરી વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરિયા દ્વારા ભરૂચ શહેર ટ્રાફિક પોલીસની ટીમને સાથે રાખી વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર કેટલાક વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. સૌપ્રથમ પોલીસે મોડીફાઇડ કરેલી બાઈકમાં વધુ પડતી ધ્વનિ ઉત્પન્ન કરતાં સાયલેન્સર લગાવનાર ટુ વ્હીલર ચાલકોને દંડ ફટકાર્યો હતો. આ સાથે પોલીસે ટુ વ્હીલર ચાલકોને આવા સાયલેન્સર લગાડવાથી અન્ય લોકોને થતી તકલીફ તેમજ અકસ્માતની પણ વધુ પડતી શક્યતા રહેતી હોવા અંગેની સમજણ આપી હતી. આ ઉપરાંત કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ ન પહેરવો, નંબર પ્લેટમાં છેડછાડ સહિતના અનેક વાહનોને પોલીસે થોભાવ્યા હતા. પોલીસે સ્થળ ઉપર જ બ્લેક ફિલ્મવાળી કાર પરથી બ્લેક ફિલ્મ દૂર કરી કાર ચાલક વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દરેક વ્યક્તિ માટે કાયદો એક સમાન છે, ત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીના પગલે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
Latest Stories